BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, 'અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?' - આખરે તેમને શું જાણવા મળ્યું?
પેરિસમાં જ્યારે તેઓ ઓડ્રેના પ્રેમમાં પડ્યા, ત્યારે આ વિષય તેમના માટે વધુ મહત્ત્વનો બની ગયો, કારણ કે, ઓડ્રેનો જન્મ પણ આ રીતે સ્પર્મ ડૉનરની મદદથી જ થયો હતો. ઓડ્રે તેમના સંબંધને પહેલી નજરના પ્રેમ તરીકે વર્ણવે છે. પણ શું આ આકર્ષણ માટે ખરેખર પ્રેમ કારણભૂત હતો કે પછી જિનેટિક કારણ જવાબદાર હતું? આ સવાલ પણ ઝળૂંબતો હતો.
આવક કરતાં વધુ સંપત્તિના મામલે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનાં મનાતાં કામને સહજ રીતે પાડતાં 'વાયરવુમન' જ્યોતિની કહાણી
વીજ વિતરણ વ્યવસ્થામાં ફિલ્ડ પરનું કામ ઘણા દાયકાઓથી પુરુષોનું અધિકારક્ષેત્ર માનવામાં આવતું હતું. થાંભલા પર ચઢવું, ફ્યૂઝ બદલવા, તૂટેલી લાઇનોની મરામત કરવી અથવા વરસાદ અને વાવાઝોડામાં બહાર નીકળી વીજ પુરવઠાને ફરી સામાન્ય કરવો, આ પ્રકારનાં કામોમાં મહિલાઓ બહુ ઓછી જોવા મળતી હતી.
વડોદરા : 47 સાક્ષી ફરી ગયા, મૃતદેહ ન મળ્યો છતાં કોર્ટે 'બીજી પત્ની'ની હત્યાના આરોપમાં પૂર્વ ઇન્સ્પેક્ટરને જેલ કેમ થઈ?
વર્ષ 2021માં બનેલા આ હત્યાના કેસમાં વડોદરા ગ્રામ્યના સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપના ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ પોતાનાં 'બીજાં પત્ની' સ્વીટી પટેલની હત્યા કરી મૃતદેહ સગેવગે કરવાના કેસમાં દોષિત પૂરવાર થયા છે. આ કેસમાં દોષિત પૂર્વ પીઆઇને મૃતદેહ સગેવગે કરવામાં સાથ આપનાર એક સ્થાનિક રાજકીય આગેવાનને પણ કોર્ટે દોષિત ઠેરવીને પાંચ વર્ષની સજા ફટકારી હતી.
વીડિયો, હવામાન સમાચાર : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે?, અવધિ 9,56
ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અટકેલો છે અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે, જેની સીધી અસર ગુજરાત પર નહીંવત રહેવાની શક્યતા છે. આગામી ચાર-પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.
ગુજરાત હવામાન : શ્રાવણના તહેવારો પહેલાં વરસાદ ખેંચાશે કે ધમાકેદાર એન્ટ્રી થશે? જાણો કેટલા દિવસ રહેશે વિરામ
જુલાઈ માસમાં ગુજરાતમાં જોવા મળેલા સાર્વત્રિક વરસાદ બાદ ઑગસ્ટમાં વરસાદે વિરામ લીધો હતો. આ વિરામ હજુ પણ યથાવત્ છે. ગુજરાતમાં વરસાદનો વિરામ કેટલા દિવસ રહેશે? શ્રાવણના તહેવારો પર વરસાદી માહોલ કેવો રહેશે, જુઓ આગાહી.
એક ઍટમ બૉમ્બ, એક પ્લેન ને એક શહેર ખતમ : અણુબૉમ્બ બનાવનારે 30 વર્ષ બાદ શું જણાવ્યું?
"એ માનવજાત પ્રત્યેની દરકાર ન હોવાનું પરિણામ નહોતું — ઊલટું, માનવજાતની દરકારમાંથી જ એ થયું હતું. કદાચ એ જ અમારી ભૂલ હતી."
ડ્રાઇવરલેસ ટેસ્લાની સવારી અને અજિત ડોભાલનો એજન્ટ હોવાનો દાવો, નકલી IASની માયાજાળ કઈ રીતે ખુલ્લી પડી?
મનીષકુમાર પોતે પાંચ માળના બંગલામાં એકલો રહે છે, પોલીસની તપાસમાં તેના ઘરેથી 29 બ્રાન્ડ્સનો વિદેશી દારૂ મળી આવ્યો, સ્થાનિક મીડિયા પ્રમાણે તેની પાસે 100 કરોડ જેટલી સંપત્તિ છે, જોકે, તેની પુષ્ટિ નથી થઈ શકી.
હળદર દરેક બીમારીની દવા હોવાની વાત કેટલી સાચી?
હળદરનો ઉપયોગ માત્ર સ્વાદ કે રંગ આપવા થતો નથી, ગુજરાતમાં તો ઠેકઠેકાણે શિયાળામાં લીલી હળદરનું શાક પણ ખવાય છે. પરંતુ ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત શું દુનિયાના સૌથી જૂના અને સૌથી લોકપ્રિય મસાલામાંની એક હળદર આપણા સ્વાસ્થ્ય માટે પણ ચમત્કારિક ફાયદા આપી શકે?
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
ડીપફેક : AI દ્વારા બનાવેલો અસલી કે નકલી ચહેરો કેવી રીતે ઓળખવો, જાણો આસાન રીતો
એ.આઈ.ના બનેલા ચહેરા ઓળખવામાં આવતી મુશ્કેલીનાં પરિણામો આપણા સૌના રોજિંદા જીવનને અસર કરે છે. ત્યારે સવાલ એ છે કે તમે સાચા માણસનો ચહેરો અને એ.આઈ. દ્વારા બનાવેલો ચહેરો કઈ રીતે ઓળખી શકો?
ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો અને નવજાત બાળકીનું અપહરણ કર્યું, એ પછી શું થયું?
વાસ્તવિક ઘટનાઓ પર આધારિત અને ચિલીનાં દિગ્દર્શક માઈતે અલ્બેરડી દ્વારા દિગ્દર્શિત નવી ડોક્યુડ્રામા ફિલ્મ "અ ચાઈલ્ડ ઑફ વન્સ ઓન"માં એક યુવાન મેક્સિકન મહિલાના ઊચ્ચ કક્ષાના કેસની વાત કરવામાં આવી છે. એ મહિલાએ માતા બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે આત્યંતિક પગલાં ભર્યાં હતાં.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીએ 'અખંડ ભારત' વિશે એવું શું કહ્યું કે જાવેદ અખ્તરે જવાબ આપ્યો?
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ‘અખંડ ભારત’ની કલ્પના અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે “ભારતના લોકો અખંડ ભારતમાં વિશ્વાસ રાખે છે”, જ્યારે પાકિસ્તાનના મુસ્લિમો સહનશીલતામાં વિશ્વાસ રાખે છે. તેમણે પાકિસ્તાનમાં રહેતા હિંદુ સમુદાય અંગે પણ દાવો કર્યો કે ત્યાં આશરે 4 ટકા હિંદુ વસ્તી છે અને તેમને અન્ય લોકોની જેમ જ સ્વતંત્રતા પ્રાપ્ત છે.
પાંચ દલિતોની કતલમાં ચાળીસે ચાળીસ આરોપીઓ મુક્ત, 'તો હત્યા કોણે કરી?'
રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2015માં ખેતરમાં કામ કરી રહેલા એક દલિત પરિવારના પાંચ લોકોની હત્યા કરી દેવાઈ અને લગભગ એક ડઝન કરતાં વધુ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા. હવે 11 વર્ષ બાદ આ મામલામાં ગત 5 ઑગસ્ટના રોજ મેડતા એસસી-એસટી સ્પેશિયલ કોર્ટે એક નિર્ણય સંભળાવ્યો છે ને 40 આરોપીઓને મુક્ત કરી દીધા છે.
લાહોરના ઘરના હિન્દુ માલિકે જ્યારે મુસ્લિમ કબજેદારને પત્ર લખ્યો, ભારતના ભાગલાની ભાવુક કહાણી
આ પત્ર ધ્યાનપૂર્વક વાંચો અને એ પણ યાદ રાખો કે આ પત્ર એક એવા હિંદુએ લખ્યો હતો, જેને 1947ના વિભાજન દરમિયાન લાહોર છોડીને જલંધર આવવું પડ્યું હતું.
સંપૂર્ણ વંદે માતરમ્ વગાડાતાં કૉંગ્રેસ મુખ્યાલયમાં નેતાઓ 'અસહજ' દેખાયા? જયરામ રમેશે આપ્યો આ જવાબ
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા ખાતે યોજાયેલા સમારોહમાં હાજર રહ્યા નહોતા. ગયા વર્ષે પણ બંને નેતાઓ આ સમારોહમાં સામેલ થયા નહોતા. ભાજપે તેને સ્વતંત્રતા દિવસનું અપમાન ગણાવ્યું છે.
મુશર્રફે વાજપેયીને સલામી કેમ નહોતી આપી? 'ઑપરેશન સફેદ સાગર'માં દર્શાવાયેલી કારગિલની કથાની ચકાસણી
પહાડો પર પગપાળા ચઢતા સૈનિકો, બંકરો અને પહાડની ટોચ પર ફરકતો તિરંગો. નૅટફ્લિક્સ પર તાજેતરમાં રજૂ થયેલી વેબ સિરીઝ 'ઑપરેશન સફેદ સાગર' પહેલી વાર આ યુદ્ધને વાયુસેનાના દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
કીડી-મકોડામાંથી શીખવા જેવી પાંચ મહત્ત્વની બાબતો, જે તમને બનાવશે વધારે સમજદાર
જંતુઓનું મગજ ખસખસના દાણા જેવડું હોવા છતાં જ્યારે નિર્ણય લેવાની વાત આવે, ત્યારે કદાચ તેમની પાસે આશ્ચર્યજનક શાણપણ હોય છે. કીડી-મકોડા નિર્ણય કેવી રીતે લે છે? જીવજંતુઓની આ 5 ટિપ્સ તમારા જીવનને બદલી નાખશે.
પાકિસ્તાન 14 ઑગસ્ટે અને ભારત 15 ઑગસ્ટે કેમ ઉજવે છે સ્વતંત્રતાદિવસ? જાણો તેની પાછળનું સાચું કારણ
ભારત અને પાકિસ્તાન સાથે સ્વતંત્ર થયા તેમ છતાં બંને દેશોના સ્વાતંત્ર્યદિનમાં એક દિવસનું અંતર કેમ છે? જાણો તેની પાછળનું સાચું કારણ.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































